/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/1-22-e1553749939780.jpg)
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં નાંદરખા હાઈવે પર આવેલ કુષા કેમીકલ્સ કંપનીના હવામાં છોડવામાં આવેલ ઝેરી જીવલેણ ગેસના આડઅસરોમાં નાંદરખા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દસ જેટલા વિદ્યાર્થીઓની હાલત એકદમ કફોડી બનતા અફડાતફડીના સર્જાયેલા માહોલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ખસેડવાની આ દોડધામો વચ્ચે અંદાજીત આજુબાજુના આઠ જેટલા ગામડાઓના એકત્રિત થયેલા ટોળાઓના કુષા કેમીકલ્સ કંપની માં હલ્લાબોલ કરતા પોલીસ તંત્ર ના કાફલાઓને મારતી ગાડીએ દોડવું પડ્યું હતું.
ગોધરા વેજલપુર હાઈવે ઉપર આવેલ નાંદરખા સ્થિત આવેલ કુષા કેમીકલ્સ પ્રા.લી. કંપની દ્વારા હવા અને પાણીના પ્રદુષણની ગંભીર સમસ્યાઓથી નારાજ આઠ જેટલા સ્થાનિક ગામડા ઓના પ્રજાજનો દ્વારા અત્યાર સુધી ૫૦૦ જેટલી લેખિત રજૂઆતોમાં આ ભયંકર પ્રદુષણની અસરોને અટકાવવાનો વિરોધ કર્યો છે પરંતુ કુષા કેમીકલ્સ કંપનીના વગદાર સંચાલકો સામે વહીવટી તંત્ર લાચાર હોવાના દેખાવો વચ્ચે આજે બપોરના સમયે અચાનક કુષા કેમીકલ્સ કંપની દ્વારા છોડવામાં આવેલ ગેસની અસર બાજુમાં આવેલ નાંદરખા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકો સુધી પહોંચી જતા ભારે દર્દનાક હાલતો સર્જાઈ હતી.
એમાં બાળકોને ગેસની આડઅસરોમાં ભયંકર ગભરામણો સાથે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ સર્જાતા વોમીટીંગ શરૂ થઈ અને આંખોમાં પણ ભયંકર બળતરાઓ થતા તાત્કાલિક દસ જેટલા બાળકોને ગોધરા ખાતે સીવીલ હોસ્પિટલમાં લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદમાંગવામાં આવી હતી. બાળકોની આ હાલતની જાણ થતાવેંત આજુબાજુના આઠ જેટલા ગામડાઓ માંથી દોડી આવેલા પ્રજાજનોએ આક્રોશના ઉગ્ર મિજાજોમાં કંપનીની અંદર પ્રવેશ કરવા સુધીની ધાંધલ ધમાલો શરૂ કરતા ગોધરા, વેજલપુર અને કાલોલ પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલીક પોંહચ્યો હતો અને પ્રજાજનોના ઉશ્કેરાટને શાંત પાડીને પરિસ્થિતિને નિયંત્રણમાં કરી હતી!!
કુષા કેમીકલ્સ કંપની દ્વારા છોડવામાં આવેલા કેમીકલ ડસ્ટ અને ગેસની દુર્ગંધની આડ અસરો સામે સંલગ્ન વહીવટી તંત્રની નજરો હંમેશા કંપનીના સંચાલકોની મહેમાન ગતિઓમાં બંધ રહેતી હતી, આ નજરો આજે દોડતી થઈને કંપનીમાં પહોંચી હતી.
નાંદરખા પ્રાથમિક શાળાના દસ જેટલા બાળકોને કુષા કેમીકલ્સ ના ગેસની આડ અસરોમાં આવી જતા આ માસુમ બાળકોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં જગ્યાના અભાવે ફરજ પરના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા સમયનો વિલંબ કર્યા વગર જમીન ઉપર સુવડાવી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી જેમાં નવીન રાઠવા,જયશ્રી ચૌહાણ, સેજલ પરમાર, જિજ્ઞાસા રાવલ, હાર્દિક પરમાર, હાર્દિક ગુણવંતભાઈ પરમાર, દિવ્યેશ પરમાર, પરેશ પરમાર,નિશાંત ચૌહાણ અને રાજેશ રાઠવા નો સમાવેશ થાય છે.