કૃષ્ણપટનમથી કોલકાતા જતા વેસલમાં આગ, 22 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા

New Update
કૃષ્ણપટનમથી કોલકાતા જતા વેસલમાં આગ, 22 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા

જહાજમાં ભરેલા 464 કન્ટેનરમાંથી 60 કન્ટેનર સળગી ગયા

કૃષ્ણપટનમથી કોલકાતા તરફ જઈ રહેલા MVSSL વેસલના કન્ટેનરમાં મોડી રાત્રે વિસ્ફોટ થતાં આગ લાગી ગઈ હતી. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે.

publive-image

પ્રાથમિક માહિતી મુજબ પાણીના વિશાળ વેસલ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આગ લાગવાથી જહાજમાં રાખેલા કુલ 464 કન્ટેનરમાંથી 60 કન્ટેનર બળી ગયા હતા. વેસલમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા છે.

MV કોલકાતા અંગે જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું જે ત્રણ કલાકમાં જ પહોંચી ગયા હતા.

Latest Stories