કૉંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર

New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારોની દરખાસ્ત પર મારી પ્રદેશ સમિતિએ મંજુરીની મહોર

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

publive-image

પી ચિદંબરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને કોંગ્રેસે તામિલનાડુના શિવગંગાથી ટિકિટ આપી છે. કૉંગ્રેસે તારિક અનવરને કટિહારથી ટિકિટ આપી છે. મોહદ જાવેદને કિશનગંજથી અને ઉદય સિંહ ઉર્ફે પપ્પુ સિંહને પુર્નિયાથી મેદાનમાં ઉતાર્યા છે. તો જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સીટ પર હાજી ફારૂક મીરનું નામ જાહેર કરાયું, આ બાજુ કર્ણાટકની મહત્વની બેંગ્લોર દક્ષિણ સીટ પરથી બી કે હરિપ્રસાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં વાત કરીએ તો, અકોલાથી હિદાયત પટેલ, રામટેકથી કિસોર ઉત્તમરાઓ ગાજભીયે, ચંદરપુરથી સુરેશ ધાનોરકર અને હિંગોલીથી સુભાષ વાનખેડેને ટિકીટ ફાળવવામાં આવી છે.

Latest Stories