કોવિડ-19 : રાજ્યમાં આજે 1327 કેસ નોધાયા,13ના મોત,1450 દર્દીઑ થયા સાજા

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે 1327 કેસ નોધાયા,13ના મોત,1450 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 13 દર્દીના મોત થયા છે. જ્યારે આજે 1450 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,44,027 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3512 થયો છે.

રાજ્યમાં આજે 13 દર્દીઑના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહિસાગરમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યકિતનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1327 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 172, અમદાવાદ કોર્પોરેશનમાં 165, સુરતમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 110, વડોદરા કોર્પોરેશનમાં 81, જામનગર કોર્પોરેશનમાં 64, પાટણમાં 48, રાજકોટમાં 45, મહેસાણામાં 43, વડોદરામાં 43, બનાસકાંઠામાં 34, અમરેલીમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 27, જામનગરમાં 26, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમદાવાદમાં 22, મોરબીમાં 22, પંચમહાલમાં 20 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1450 દર્દી સાજા થયા હતા અને 57,513  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 47,02,776  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.94 ટકા છે.રાજ્યમાં હાલ 16,745   એક્ટિવ કેસ છે, જ્યારે 1,23,770 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,651 લોકો સ્ટેબલ છે.



Latest Stories