New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-62.jpg)
વન વિભાગને ખેડૂતે જાણ કરતાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
ગીર સોમનાથનાં વેરાવળ નજીક આવેલા વાવડી આદરી ગામે માવન વસાહતમાં દીપડો ઘુસી આવ્યો હતો. જોકે ખેડૂતે સમય સૂચકતા વાપરી તેને ઓરડીમાં પુરી દઈ વન વિભાગને ઘટનાની જાણ કરી હતી.
દીપડાને ખૂંખાર પ્રાણીની હરોળમાં મૂકવામાં આવ્યો છે ત્યારે શિકારની શોધમાં અવાર-નવાર માનવ વસાહતમાં આવી ચઢતા દીપડાથી લોકો ભયભીત થતા હોય છે. આવા સંજોગોમાં એક ખેડૂતે પોતાની હિંમત દાખવી શિકારની શોધમાં આવેલા દીપડાને ઓરડીમાં પૂરી દીધો હતો.
વાત છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની. આદરડી ગામે વાડીમાં રહેતા ખેડૂતે તેની ઓરડીમાં ઘુસી આવેલા દીપડાને હિંમતભેર ઓરડીમાં જ પૂરી દીધો હતો. બાદમાં તેણે વન વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે દીપડાને ટ્રેનક્યુંલાઈઝડ કરી પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.
Latest Stories