New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/pic3-1513088224.jpg)
મોદી સરકારના સ્વપ્નની આ યોજના
ગુજરાતમાં ૩ સ્થળે સી-પ્લેન યોજના ટૂંક સમયમાં શરૂ થઇ જશે તેવી આશા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરીને પત્ર લખ્યો છે. મોદી સરકારના સ્વપ્નની આ યોજનામાં સાબરમતી નદીથી ધરોઇ ડેમ, સાબરમતી નદીથી સરદાર સરોવર અને તાપી નદીથી સરદાર સરોવર સુધીના સ્થળોની સી-પ્લેન યોજના શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે એરપોર્ટ ઓથોરીટીના ચેરમેને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્વારા અમદાવાદ અને સુરત રિવરફ્રન્ટનો સર્વે પણ કરાશે. આ ખાસ ટીમ આ સ્થળોની મુલાકાત બાદ રિપોર્ટ તૈયાર કરશે જેથી ટૂંક સમયમાં સી પ્લેનની સર્વિસ ગુજરાતમાં શરૂ થઇ જશે તેવી આશા છે.
Latest Stories