ગોધરાકાંડના આરોપી યાકુબ પાતળીયાને SIT કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી.

New Update
ગોધરાકાંડના આરોપી યાકુબ પાતળીયાને SIT કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી.

વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-૬ માં થયેલા નરસંહાર મામલે બુધવારે સ્પેશિયલ SIT કોર્ટે ૧૬ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને હત્યાનો પ્રયાસ અને કાવતરા ઘડવા બદલ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી યાકુબ પાતળીયા પર ગેરકાયદેસર મંડળીનો સભ્ય બની ટ્રેન પર પથ્થરમારો અને આગ લગાડવાનો આરોપ હતો. સ્પેશિયલ કોર્ટે આરોપી યાકુબને હત્યા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ આરોપીને સજા ફટાકરી છે.

આ અંગે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નરેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે, આરોપી ગેરકાયદેસર મંડળીનો સભ્ય હતો અને ટ્રેન સળગાવવા માટે ૧૪૦ લીટર પેટ્રોલ લાવવામાં આવ્યું હતું તેમાં પણ તેનો હાથ હતો. ગોધરા સ્ટેશનથી એકાદ કિલોમીટર દૂર ટ્રેનની ચેન ખેંચવામાં આવી હતી અને ટ્રેનના કોચ નંબર એસ-૬ કે જેમાં કાર સેવકો સવાર હતા તેને સળગાવી દેવામાં આવ્યા હતા.

વધુમાં પબ્લિક પ્રોસિક્યુટર નરેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હુમલાના એક દિવસ પહેલા આરોપીના ઘરમાં પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણવામાં આવે એવી રજુઆત કરી હતી. કારણ કે આ કેસમાં ૫૯ લોકોના મોત થયા હતાં. જેમાં ૨૯ પુરુષ, ૨૨ સ્ત્રી અને ૮ જેટલા બાળકો મોજુદ હતા.

ગોધરા પોલીસે ૧૬ વર્ષથી ફરાર આરોપી યાકુબ પાતળીયાને જાન્યુઆરી ૨૦૧૮માં ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ગોધરા કાંડમાં ૩૧ આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી છે અને યાકુબ પાતળીયાને પણ આજીવન ફટકારવામાં આવી હતી. આ કેસમાં કુલ ૩૨ શખ્સોને આજીવન કારાવાસની સજા થઈ છે. હાલ આરોપીની ઉંમર ૬૨ વર્ષની હોવાનું સામે આવ્યું છે. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરાના સાબરમતી એક્સપ્રેસ પર પથ્થરમારો કરી ટ્રેનને ટોળા દ્વારા સળગાવી દેવામાં આવી હતી. જેમાં આયોધ્યાથી અમદાવાદ જતા ૫૯ લોકો માર્યા ગયાહતાં.ત્યાર બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોમી તોફાનો થયા હતા.

Latest Stories