/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-1-2.jpg)
ગોહિલવાડના દરિયા કિનારાના ગામોમાં ઘૂસી આવેલ પાણી
ઘોઘામા રક્ષિત દિવાલ તૂટવાના કારણે શેરીઓ, ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ગોપનાથ, સરતાનપર (બંદર) સહિતના દરિયાકાંઠાના લોકોએ દરિયામાં ભારે જૂવાળ જોયો હતો. ગોપનાથ ઘાટ સુધી પાણી પહોંચી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મૂજબ આજે પવનની ગતિ ૩ર કિ.મી. સુધીની રહી હતી. તો બીજી તરફ ભાવનગર જિલ્લાના દરિયામાં હાઈટાઈડ જોવા મળી હતી. કાંઠો છોડીને દરિયાના પાણી આગળ વધી ગયા હતા.
ઉંચા ઉછળતા મોજા અને ભારે કરંટના પગલે ઘોઘા ગામની ગલીઓ, ઘરમા દરિયાના પાણી ઘુસી ગયા હતા. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે રક્ષિત દિવાલની મજબૂતાઈ કરવા માટે વારંવારની ફરિયાદ કરવા છતા તંત્રએ દૂર્લક્ષતા સેવતા આજે ગામના લોકોને હાઈટાઈડના કારણે મૂશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આશરે દસ-પંદર ફૂટ ઉંચા કરંટ સાથે મોજા ઉછળતા પાણી કાંઠો છોડીને આગળ વધી ગયા હતા.
જિલ્લાના છેવાડાના તીર્થધામ મોટા ગોપનાથ ખાતે હાઈટાઈડના કારણે કાંઠો છોડી, મંદિર સામેના પગથીયા ચઢી પાણી છેક ઘાટ સુધી પહોચી ગયુ હતું. જેના કારણે કિનારા પરના વેપાર કરતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હોવાનું મંદિરના ખાટાભાઈએ જણાવ્યુ હતું.
જો કે અનુભવી લોકોના મંતવ્ય પ્રમાણે આજે તિથી પ્રમાણે જોતા દરિયામાં જે ભારે જૂવાળ જોવા મળ્યો તે જોતા આવનારા દિવસોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ પ્રકારે જ્યારે જૂવાળ આવે છે ત્યારે ભારે વરસાદ પડતો હોય છે.