/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Ahmedabad.jpg)
ચાંદખેડામાં ભેખડ ધસી પડતા કુલ ૪ લોકો દટાઈ ગયા હતા. ત્યાર બાદ ૩ શ્રમિકોના મૃતદેહ બહાર કઢવામાં આવ્યા હતા. જ્યારે ૧ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડાનાં સ્પંદન હાઇટ્સ સાઇટ પર પાયા નાંખવાની કામગીરી ચાલું હતી, જ્યાં ચાલું કામકાજ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં ૪ શ્રમિકો દટાઇ ગયા હતાં. નવી બિલ્ડીંગના કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે ગણતરીનાં સમયમાં દ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવકાર્ય શરૂ કર્યુ હતું. જોકે આ ઘટનામાં બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જો બિલ્ડરની ભૂલ હશે તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ભેખડ ધસી પડવાના પ્રાથમિક તારણ અંગે ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે. કામગીરી વખતે જે સાવચેતી રાખવી જોઈએ તે રાખવામાં આવી ન હોવાના કારણે અને જે ભેખડ ધસી તેની બાજુમાં બોર હોવાથી માટી ભીની થઈ હતી. જેના કારણે ભેખડ ધસી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. પોલીસ વિભાગે આ અક્સમાતમાં કોઈની બેદરકારી જણાશે તો કડક પગલા લેવાનું જણાવ્યું હતું.