/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/520904-modi-sept-16-pti.jpg)
છોટાઉદેપુર હોસ્પિટલમાં મહિલા ડાયાલિસિસ કરાવવા દાખલ થઈ છે. દરદીઓ સાથેના વાર્તાલાપમાં કેન્દ્રની આરોગ્ય સેવાઓના લાભાલાભની પૂછપરછ કરી
છોટાઉદેપુર જનરલ હોસ્પીટલમાં છેલ્લા ત્રણ માસથી ડાયાલીસીસની વ્યવસ્થા કરાઇ છે. આ સુવિધા અગાઉ છોટાઉદેપુરમાં નહીં હોવાથી દરદીઓએ વડોદરા જવુ પડતુ હતુ તેમાં ખર્ચ વધારે થતો હતો. જેઓને કીડનીની મુશ્કેલી હોય તેઓએ અઠવાડીયામાં એક યા બે વાર ડાયાલીસીસ કરાવવુ પડે છે.
વડાપ્રધાન મોદીએ તા.૭મીએ નવ દરદીઓ સાથે સરકારની આરોગ્ય યોજનાઓ એ અંગે વિડિયો કોન્ફરન્સથી ખબર અંતર પુછી હતી. આ નવ દરદીમાં છોટાઉદેપુરની રૂકસાનાબેન અનવરભાઇ શેખ (રહે. ગંજી ફળિયા ક્વાંટ રોડ) સાથે પણ તેમણે વાતચીત કરીને ખબર અંતર પુછ્યા હતા અને યોગ્ય સારવાર લેવા જણાવ્યુ હતું. અત્યાર સુધી ડાયાલીસીસ કરાવવા વડોદરા જવા આવવાનો ખર્ચ બચતાએ નાણાં પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવા માટે મોદીએ સલાહ આપી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે કીડનીના દરદીને ડાયાલીસીસની જરૂરિયાત હોય છે. દેશમાં ટીબીને નાબુદ કરવા ભાર મુક્યો હતો. એ પણ ૨૦૨૦ સુધીમાં શક્ય થાય તેવા પ્રયત્ન ચાલી રહ્યા છે. સાવ અંતરિયાળ વિસ્તારના ડાયાલીસીસના દરદીની ખબર મોદીએ પૂછતા રૂકસાનાબેન પ્રભાવિત થઇ હતી.