છોટાઉદેપુરમાં PSI ઢગલાબંધ દારૂ સાથે પકડાયા

New Update
છોટાઉદેપુરમાં PSI ઢગલાબંધ દારૂ સાથે પકડાયા
  • વાડ જ ચિભડા ગળતી હોય તેવો ઘાટ

  • પી.એસ.આઈ. કટારાના રૂમમાંથી ૨૬૫ બોટલ વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો

  • પી.એસ.આઈ. કટારા સહિત બે કોન્સ્ટેબલની કરાઈ અટકાયત કરાઈ

ગુજરાતમાં દારૂબંધી છે, અને દારૂબંધીનો કાયદો પણ છે. જેને અમલમાં લાવવો અને તેનું ચુસ્તપણે પાલન કરાવવી પોલીસની ફરજ છે, પરંતુ જો પોલીસ જ આ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાય તો. છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કટારાના રૂમમાંથી ૨૬૫ બોટલ વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પી.એસ.આઈની રૂમમાં રેડ પાડીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનમાં રેડ પાડી હતી હતી. જેમાં કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ. કટારાના રૂમમાંથી ૨૬૫ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રૂમમાંથી ઝડપાયેલો વિદેશ દારૂ કુલ ૩૯,૫૧૦ રૂપિયાનો હતો. ત્યારે પીએસઆઈ. જે.બી.કટારા વિદેશી દારૂ ઘરમાં શા માટે રાખ્યો તે તપાસનો વિષય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ વડા ધર્મેન્દ્ર મિશ્રાએ બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં તેમને વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ, વાડ જ ચિભળા ગળતી હોય તેવો કિસ્સો ગુજરાતના પોલીસમાં બન્યો હતો. આમ, હાલ પી.એસ.આઈ. કટારા સહિત બે કોન્સ્ટેબલની કરાઈ અટકાયત કરાઈ છે.

Latest Stories