/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/rupani3-752x440.jpg)
જંબુસર નગરપલિકામાં સત્તાધારી સત્તાધીશો દ્વારા નિયમોને નેવે મૂકી મનસ્વી વહીવટ કરી વિકાસના કામોમાં કરોડો રૂપયાનો ભ્રષ્ટાચાર કર્યો હવાનો આક્ષેપ નગરપલિકાના સભ્યોએ જ કર્યો હતો અને જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી ફરીયાદોનો દોર ચલાવ્યો હતો. જંબુસર નગરપલિકાના ભ્રષ્ટાચારની ગંભીર નોંધ લઇ મુખ્યમંત્રીએ આ પ્રશ્નને તત્કાલીન ધોરણે ભ્રષ્ટાચારની ફરિયાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી નિકાલ કરવાનો આદેશ કરતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ઉભો થયો છે.
જંબુસર નગરપલિકાના સત્તાધીશોએ ૧૪મા નાણાંપંચ યોજના હેઠળના કામોમાં ૧.ર૦ કરોડ કરતાં પણ વધુ રકમનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ જંબુસર નગરપલિકાના ચૂંટાયેલા સભ્યોએ જ કર્યો હતો. જંબુસર નગરપલિકામાં જે રોડ બન્યા જ નથી તેવા રોડના બીલ ચૂકવી દેવાયેલ, અધૂરા થયેલા કામના પણ બીલ ચૂકવી દેવા સહિત અન્ય ગંભીર પ્રકરની ગેરરિતિઓ પલિકાના સભ્યો જ બહાર લાવ્યા હતા.
જંબુસરના મુખ્યબજાર એવા કોટ દરવાજા–સોની ચકલાથી ગાયત્રી મંદિર સુધીનો રોડ માત્ર કાગળ પર બનાવી રૂ.૪૩ લાખની ગેરરીતિ આચરાઇ હતી. એ જ રીતે સ્મશાન સુધી જવાનો રસ્તો નગરપલિકા દ્વારા અત્યારસુધીમાં ક્યારેય બનાવાયો નથી. છતાં પણ મામલતદાર કચેરી સ્મશાન સુધી જવાનો રસ્તાનો ખર્ચ બારોબાર ચોપડે બતાવી ભ્રષ્ટાચાર કરાયેલ છે. ભ્રષ્ટાચારને વેગ આપવા ખોટા બીલો બનાવવાના હેતુથી નગરપલિકામાં એકાઉન્ટન્ટ તરીકે કાયમી કર્મચારીને નિમણૂ઼ક આપવાના બદલે હંગામી કર્મચારીને એકાઉન્ટનું દફતર સોંપવામાં આવ્યું છે એ જ રીતે બાંધકામ શાખામાં પણ ફીક્સ પગાર ધરાવતા કર્મચારીઓ પસે મેજરમેન્ટ બુક કરાવવામાં આવે છે અને લાખો રૂપિયાના બીલ બનાવી ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવે છે. વિકાસના કામો અંગેની કોઇપણ પ્રકારની માહિતી સભ્યોને આપવામાં આવતી નથી. તેવા આક્ષેપ પણ નગરપલિકાના સભ્યોએ ઉઠાવી પાંચમી મેના રોજ ફરિયાદ કરી હતી. જંબુસરના ભ્રષ્ટાચારના પડઘા ગાંધીનગર સુધી પડઘાતા મુખ્યમંત્રી વિજયરૂપણીએ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જંબુસર નગરપલિકાના ભ્રષ્ટાચારની ફરીયાદને જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં લઇ તત્કાલીન ધોરણે તેને દૂર કરવાનો આદેશ કર્યો છે. જેને પગલે નગરપલિકાના ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ઉભો થયો છે.