/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/ACB.jpg)
જમીન વિકાસ નિગમનો ભાગેડું એમ.કે. દેસાઈ ACBના સકંજામાં આવ્યા હતા. જે છેલ્લાં ૪૩ દિવસથી ફરાર હતા. જેની પાસેથી સર્ચ વોરન્ટ દરમિયાન ૯ લાખ રોકડ મળી આવી હતી. જમીન વિકાસ લાંચ કૌભાંડમાં હજી પણ બે આરોપીઓ ફરાર છે. ACB એ તેમની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે.
ગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમ લિમિટેડની કચેરીમાં ACBએ પાડેલી રેડમાં ઓફિસમાંથી જ સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર એક જ દિવસની જમા થયેલી રકમ રૂ. ૫૬ લાખની રોકડ મળી આવવાના બનાવમાં એમ.કે. દેસાઈ પાસેથી ૯ લાખ રોકડ મળી આવી હતી. જ્યારે રેડ વખતથી જ એમ.કે. દેસાઈ ફરાર હતા. પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન તે અમદાવાદ -ગાંધીનગર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસના હાથએ ઝડપાઈ ગયો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/MK-Desai-GLDC.jpg)
અત્યાર સુધીમાં ACB દ્વારા આ કૌભાંડમાં કુલ ૪ આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે હજી પણ બે આરોપીઓ ફરાર છે. પોલીસ તેની તપાસ ચલાવી રહી છે. સરકારી કચેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે ACBએ અત્યાર સુધીમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન ACBના વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. આ મામલે હજી પણ સર્ચ ઓપરેશન ચાલું છે. તપાસ પૂર્ણ થયે આ મામલે ACB દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવશે. હાલમાં જમીન વિકાસ નિગમના આગલા દરજ્જાના અધિકારીઓ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે.