જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓનો ઠાર

New Update
જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓનો ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બુધવારે મોડી રાત્રે જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે આજે સવાર સુધી ચાલી હતી. સીઆરપીએફ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે હાથ ધરેલ જોઈન્ટ ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. હજી પણ વિસ્તારમાં જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સીઆરપીએફ, જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાંના કેલર વિસ્તારમાં બુધવારે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. બંને તરફથી કલાકો સુધી ગોળીબાર ચાલું રહ્યો હતો. ગોળીબાર બંધ થયા બાદ સેનાને બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ વિસ્તારમાં હજી પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.

Latest Stories