New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-4-4.jpg)
એક તરફ કોર્પોરેશન દ્વારા પાણી બચાવો જીવન બચાવોના સુત્ર, તો બીજી બાજુ હજારે લિટર પાણીનો વેડફાટ
રવિવારનો દિવસ એટલે મોજ મજાનો દિવસ હોઈ છે. ત્યારે કોર્પોરેશનના સરકરારી બાબુઓ પણ રજાના માહોલમાં ગરકાવ હોઈ તેવુ લાગી રહ્યુ છે. વોર્ડ નંબર ૭માં પાણીની પાઈપલાઈન તુટતા હજારો લિટર પાણી વેડફાયુ હતુ.
આ મામલે સ્થાનિકોએ તંત્રને જાણ પણ કરી હતી. જો કે કલાકો વિત્યા હોવા છતા તંત્રના કોઈ પણ અધિકારીએ દેખાયા નહોતા. તો કેટલાંક વાહન ચાલકોએ તો વેડફાતા પાણીથી પોતાની રીક્ષા શિતના વાહનો પણ સાફ કરતા પણ નજરે પડયા હતા.
ઉલ્લેખનીય છે કે, એક તરફ કોર્પોરેશન દ્વારા પાણી બચાવો જીવન બચાવોના સુત્રો આપવામા આવે છે. બિજી તરફ પાણીની પાઈપ લાઈન તુટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે.
Latest Stories