જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

વૃષભ (બ,વ,ઉ) - અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદ્દલ તેમના સહ-કર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

.મિથુન (ક,છ,ઘ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

કર્ક (ડ,હ)- તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી, એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

સિંહ : - ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. તમે જો કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો- તમે તમારૂં ઉત્પાદન બમણું કરી શકશો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. લાંબા સમય બાદ, તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વીતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે.

તુલા (ર,ત) – તમે નવરાશની લહેજત માણવાના છો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે-જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

વૃશ્વિક (ન,ય) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. જૂનાં સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

મકર (ખ,જ) – સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે.

કુંભ (,શ,સ,ષ) :- તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.

Latest Stories