/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/maxresdefault-34.jpg)
ગુજરાતના ભરૂચ ખાતે GNFC ટાઉનશીપને દેશની પ્રથમ કેશલેસ ટાઉનશીપ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ સાથે સીએમ એ કેશલેસ વ્યવસ્થા સાથે સમગ્ર દેશમાં ઇમાનદારીનો ઉત્સવ ઉજવાય તે દિશામાં સંકલ્પબદ્ધ થવા માટેનું આહવાહન કર્યું હતુ.
ગુજરાત ના ભરૂચ સ્થિત સરકાર ના જાહેર સાહસ એવા GNFC એકમના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે બનાવાયેલ ટાઉનશીપ ને નોટબંધી બાદ દેશની પ્રથમ કેશલેસ ટાઉનશીપ બનાવાય છે.આ ટાઉનશીપ માં તમામ ચીજ વસ્તુઓ કેશલેસ સિસ્ટમ થી મળે છે જેથી GNFC ના પરિવારજનોને મુખ્યમંત્રીએ આ સ્તુત્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેયએ GNFCના કેશલેસ પ્રયાસને બિરદાવ્યો હતો અને પ્રધાનમંત્રીના સપનાને આગળ ધપાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે GNFCના એમ.ડી.રાજીવકુમાર ગુપ્તા, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય છત્રસિંહ મોરી, દુષ્યંતભાઇ પટેલ, અરૂણસિંહ રણા , જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, GNFC કેશલેસ વિષયની ફિલ્મના સહનિર્માતા વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવીબેન જોશી, તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.