જામનગર : ખાણીપીણીની લારી પર થયેલા ઝગડાનો કરૂણ અંજામ, યુવાનની હત્યા

New Update
જામનગર : ખાણીપીણીની લારી પર થયેલા ઝગડાનો કરૂણ અંજામ, યુવાનની હત્યા

જામનગરમાં સાત રસ્તા નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં પાંચ લોકોએ ભેગા મળી યુવાનની હથિયારના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી છે.

જામનગર માં સાત રસ્તા નજીક પેટ્રોલપંપ પાસે ગઇકાલે મોડી રાત્રે ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને તેના મિત્ર ખાણીપીણીની રેકડીએ જમવા ગયા હતાં. જ્યાં જીતુ મકવાણા નામના શખ્સ સાથે બોલાચાલી થતાં જીતુ અને તેની સાથે અન્ય લોકોએ મહેન્દ્ર સિંહ પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાના કારણે મહેન્દ્રસિંહનું મોત થયું હતું. હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં પણ પોલીસે તેમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયાં હતાં.

Latest Stories