જામનગર: ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર ઝડપાયો

New Update
જામનગર: ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી  દુષ્કર્મ કરનાર ઝડપાયો

જામનગરના વિભાપરમાં ગઇકાલે એક ૮ વર્ષીય બાળાનું અપહરણ થયુ હતુ.

અજાણ્યા શખ્સે બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતુ. ફૂલ જેવી માસૂમ બાળકી સાથે અધમ કૃત્યના બનાવથી આરોપી પ્રત્યે ચોમેર ફિટકારની લાગણી વરસી રહી છે. દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે પોરબંદરથી ઝડપી પાડ્યો છે.

ઉલ્લેખનિય છે કે વિભાપરમા ગઈકાલે સવારે માતા સાથે સ્કૂલ ગયેલી બાળકીને પાણી પીવાના બહાને પોરબંદરનો દેવીપૂજક શખ્સ ઉઠાવી ગયો હતો અને રેલવે ફાટક પાસે આવવારું જગ્યામાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.આરોપીની ઓળખ સીસીટીવીના આધારે થઇ ગઈ હતી અને જામનગરની પોલીસે ગણતરીના કલાકમાં પોરબંદરથી આરોપીને ઝડપી પાડ્યો છે.

Latest Stories