/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/1-24.jpg)
જામનગર તાલુકાનાં 20 ગામો ના ખેડૂતો એ ભેગા મળીને પાકવિમો, રોજગારી, અછતગ્રસ્ત જાહેરાત અને પાણીની તંગી જેવા અનેક પ્રશ્નો લઈને વિરોધ કરતાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કયો છે. તેમજ કોઈપણ રાજકારણીએ ચૂંટણી અને પક્ષના પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પડઘમ પડતાની સાથે જ વિરોધના વંટોળની શરૂઆત થઈ ચૂકી છે. જામનગર તાલુકાનાં 20 જેટલા ગામના ખેડૂતો હાલ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે જામનગર થી 25 કિલોમીટર દૂર આવેલા નાઘુના ગામમાં આશરે 20 જેટલા ગામોના ખેડૂતો આગેવાનો અને સરપંચો એકઠા થયા હતા. અપૂરતો પાકવિમો,રોજગારીની અછત, ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા અને પાણી તંગી જેવા મુદા ઓને લઈને ખેડૂતોએ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
તેમજ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈપણ રાજકારણીએ કોઈપણ પક્ષ ના પ્રચાર અર્થે ગામ માં પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવી છે અને 20 ગામના બધાજ ગામજનો અને ખેડૂતોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે હવે જોવું રહ્યું કે મોટા ગજા ના રાજકારણીઑ ભોળા ખેડૂતો અને ગામજનો ને લલચાવી ફોસલાવી ને મત એકઠા કરે છે કે જગત ના તાત ને તેનો હક મળે છે.