/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/rain-generic_650x400_61480774773-1.jpg)
સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૃચ, નર્મદા,દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
ગુજરાત પર આગામી 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે તારીખ 29જુલાઇથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ એવા 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
બાદ પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી