જુનાગઢ : વન્યપ્રાણી સપ્તાહની કરાશે ઉજવણી, દીવાલો પર ચિતરામણ સાથે તૈયારીઓ કરાઇ શરૂ

New Update
જુનાગઢ : વન્યપ્રાણી સપ્તાહની કરાશે ઉજવણી, દીવાલો પર ચિતરામણ સાથે તૈયારીઓ કરાઇ શરૂ

દેશભરમાં ઓક્ટોબર મહિનાનો પ્રથમ સપ્તાહ વન્યપ્રાણી સપ્તાહ તરીકે ઉજવામાં આવે છે. લોકોમાં વન્યપ્રાણી વિશે જાગૃકતા આવે તે હેતુ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આગામી 2જી થી 8મી ઓક્ટોબર વાઇલ્ડ લાઇફ વિકની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ ઉજવણીને લઇને સરદાર બાગ સ્થિત વન વિભાગની ઓફિસની દિવાલમાં વન્ય પ્રાણીઓના ચિત્રોનું પેઇન્ટીંગ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં વન્ય પ્રાણી પ્રત્યે પ્રેમ વધે અને જાગૃત્તિ લાવવાના હેતુ થી આ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ અને જૂનાગઢ વન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી વન્યપ્રાણી વીકની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત જ નહિ પરંતુ ભારતનું ગૌરવ કહી શકાય એવા એશિયાટિક સિંહ, હરણ, દીપડા, મોર વગેરે ગીરના જંગલમાં વસવાટ કરતા દુર્લભ વન્ય પ્રાણીઓના આબેહૂબ ચિત્રો દીવાલો ઉપર કલરથી કંડારવામાં આવ્યા છે.વન  વિભાગની કચેરીની ભીંતો પ્રથમ વખત પક્ષી, પ્રાણીઓ અને ગિરનારના કુદરતી દ્રશ્યોથી ઝગમગી ઉઠી છે. પ્રથમ વખત વન વિભાગની કચેરીની દીવાલોમાં પેઇન્ટિંગ કરાતા વન્ય પ્રાણી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ ગઈ છે  અને લોકો ભીંત ચિત્રો જોવા માટે વન વિભાગની કચેરીની મુલાકાત લઇ રહ્યા છે.

Latest Stories