/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/88-1-e1553747063482.jpg)
જૂનાગઢમાં ધોળા દિવસે સરા જાહેર યુવાનની હત્યા કરવામાં આવી છે. મહેબૂબ હબીબ સુમરા નામના યુવાનને ગોળી અને ખંજર મારી કરપીણ હત્યા કરવામાં આવી. આ હત્યા જૂનાગઢ LCB પોલિસ સ્ટેશન સામે સારા જાહેર ખેલાયો ખૂની ખેલ ત્યાં પેટ્રોલ પમ્પ પાસે એક રાહદારી જિશાન હનીફ અમરેલીયા ને પણ સાથળનાં ભાગે ગોળી વાગી અને તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલએ ખસેડાયા.
આ ઘટનાને લઇને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ 4 આરોપી પૈકી 3 આરોપીને ઘટના સ્થળે પોલીસેએ પકડી પડ્યા હતા. 1 આરોપી ફરાર થઈ ગયો હતો. આ મર્ડર LCB ઓફિસની સામે આવેલ કિરીટ ફ્યુલ્સમાં ખેલાયો હતો ખૂની ખેલ
ઘટનાસ્થળે IG સુભાષ ત્રિવેદી અને SP સૌરભ સિંધ દોડી આવ્યા હતા. આ ઘટના સ્થળની લીધી મુલાકાત પોલીસ માંથી મળતી વિગત અણુશાર આ ખૂની ખેલ જૂની અદાવતનાં લીધે થયુ તેવું પોલીસ માંથી બાર આવી રહ્યુ છે.