જૂનાગઢ : લાઈબ્રેરીમા ૧૯૩૦ પહેલાની મહત્વની બુકસનું કરાશે ડીજીટલાઈઝસન

New Update
જૂનાગઢ : લાઈબ્રેરીમા ૧૯૩૦ પહેલાની મહત્વની બુકસનું કરાશે ડીજીટલાઈઝસન

જૂનાગઢના આઝાદ ચોકમા આવેલ લાઈબ્રેરીમા ૧૯૩૦ પહેલાની મહત્વની બુકસનુ ડીજીટલાઈઝસન કરવામા આવશે.

આ તમામ પુસ્તકોનુ પ્રકાશન બંધ થઈ ગયુ હોવાથી સાહીત્ય રસીકો માટે આ એક આનંદના સમાચાર છે. આ તમામ પુસ્તકોને ઈ- બુક્સમા કન્વટૅ કરવામાં આવશે એક પછી એક એક દરેક બુક સ્કેનિંગ કરી ને ડિજિતલાઇઝેશનમા ફેરવામાં આવશે.

1930 પેલાના તમામ પુસ્તકો કે જેમનું પ્રકાશન બંધ થઈ જવા પામ્યું છે. જે પુસ્તકો વાચકોને આવનારા ભવિષ્યમાં પણ મળી રહે અને વાચકો આ પુસ્તકો ડિજિટલાઇઝેશન દ્વારા વાંચી શકે અને લાભ લઇ શકે આને આવા પુસ્તકોનો ઇતિહાસ બચાવી શકાય અને ડિજિટલ યુગમાં તેમને સ્થાન આપી શકાય. જેવી અનેક બાબતો ને ધ્યાને લઈને જૂનાગઢ આઝાદ ચોકમાં આવેલી લાઇબ્રેરીમા પુસ્તકો ને ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આવનારા થોડા જ સમયમા લોકો ડિજિટલાઈઝશન કન્વર્ટ થયેલ પુસ્તકોનો લાભ લઇ શકશે. નવા યુગની નવી ટેકનોલોજી સાથે લાઇબ્રેરીમાં 1930 પહેલાના મહત્વના પુસ્તકો સાથે જોડાઈ શકશે.

Latest Stories