જૂનાગઢઃ રેતી માફિયાઓથી ત્રસ્ત વંથલીના ખેડૂતોએ પાળ્યો બંધ, પોલીસ પર થયો પથ્થરમારો

New Update
જૂનાગઢઃ રેતી માફિયાઓથી ત્રસ્ત વંથલીના ખેડૂતોએ પાળ્યો બંધ, પોલીસ પર થયો પથ્થરમારો

વંથલીની ઓઝત નદીમાં થતા આડેધડ રેતી ખનન સામે સ્થાનિકો લોકોમાં રોષ ફાટી નીકળ્યો

જૂનાગઢનાં વંથલીમાંથી પસાર થતી ઓઝત નદીમાંથી ગેરકાયદે રેતી ખનન થયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં અવાન નવાર તંત્ર સમક્ષ આ બાબલે રજૂઆત કરવા છતાં તંત્ર તેમને છાવરતું હોય રોષે ભરાયેલા ખેડૂતો અને ગામવાસીઓ આજે ટાયરો સળગાવી ચક્કાજામ કરી વંથલીમાં બંધ પાળ્યો હતો. સાથે રેતી માફિયાઓ સામે ખાતાકીય પગલા ભરવામાં નહીં આવે તો આગામી 29 જૂનના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીમાં 40થી 50 સ્ત્રી-પુરુષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે તેવું મુખ્યમંત્રીને લેખિત સંબોધન સૂપરત કરી રજૂઆત કરી છે.

publive-image

આજે વંથલીમાં સજ્જડ બંધ પાળતા આંદોલનકારી નયનભાઇ કલોલા નામના ખેડૂત પર હિચકારો હુમલો કરતા લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેડૂત ઉપર હુમલો થયા બાદ પરિસ્થિત વધુ તંગ બની હતી. અને પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની પણ અટકાયત કરી હતી. લોકમાતા ઓઝત નદીમાં થતા આડેધડ રેતી ખનન સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે.

publive-image

ધારાસભ્યને મનાઇ, સિંચાઇ વિભાગનો પરિપત્ર અને નિયમોનો ઉલાળિયો કરી અને પ્રાંત અધિકારી તથા મામલતદાર દ્વારા રેતી માફિયાઓને છાવરવાનો લોકો દ્વારા આક્ષેપ થઇ રહ્યો છે. આ મુદ્દે આવેદનપત્રમાં મુખ્યમંત્રીને ઉદેશીને કડક પગલા ભરવા જણાવાયું છે. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગમી 29 જુને 11 વાગે સામૂહિક આત્મવિલોપનની ચિમકી પણ અપાઇ છે. આ અભિયાનમાં કણઝરી, કણજાધાર, કાઝલિયાળી ગામોએ ટેકો જાહેર કરી બંધ પાળ્યો છે.

Latest Stories