/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-42.jpg)
રાત્રિના સમયે ચોરી કરવા ઘુસેલા શખ્સોને સિક્યુરિટી ગાર્ડે પડકારતાં હુમલો કર્યો હતો
ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટારૂઓ દ્વારા સિક્યુરિટીના સુપર વાઈઝર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં ભારે ખળભળાટ મચ્યો હતો.
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના યુનિટ ૨ માં રાત્રિનાં સમયો ચોર ટોળકી ચોરી કરવા ઘુસી હતી. જેને ફરજ ઉપર રહેલા ગાર્ડ રામપ્રકાશ પાલે પડકારતા લૂંટારૂઓએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરવામાં આવતા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડ રામપ્રકાશ પાલનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.
ઘટના અંગેની જાણ ઝઘડિયા પોલીસ મથકના પેટ્રોલીંગ કરી રહેલા કર્મીઓને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં લૂંટારું ટોળકી દ્વારા પોલીસના બે જેટલા ખાનગી વાહનો ઉપર પણ હુમલો કર્યો હતો.
હાલતો ઝઘડિયા પોલીસે મામલાની ગંભીરતા સમજી સમગ્ર મામલા અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી અજાણ્યા હુમલાખોર લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. જેમાંથી બેથી ત્રણ ઈશમોને સમગ્ર મામલામાં પોલીસે અટકાયત કરી હોવાની પણ પ્રાથમિક વિગતો પણ જાણવા મળી છે.