ઝઘડીયાના વિરપુરા ગામે નાળાનો પીલર પડી જતા ૨૦ થી વધુ ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા

New Update
ઝઘડીયાના વિરપુરા ગામે નાળાનો પીલર પડી જતા ૨૦ થી વધુ ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા

ઝઘડીયા પંથકમાં બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.જેના પગલે આ પંથકમાંથી વહેતી નાની મોટી ખાડીઓમાં પણ પાણીની આવક વધવા પામી છે.જેથી આ પંથકના નાનામોટા નાળા તેમજ પુલોને અસર પહોંચવા પામી છે. ઝઘડીયા તાલુકા મથકથી કંચનપુરી,વાસણા,કડીયા ડુંગર,ધારોલી સિયાલી વિગેરે ગામોને જોડતા વીરપુરા ગામે નાળાનો પીલર પડી જવાના કારણે ૨૦ થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બનવા પામ્યા છે.

ખાડીમાં પાણીનો પ્રવાહ ચાલુ હતો ત્યારે જ આ નાળાના પીલરનો પાયો હચમચી ઉઠી વાંકો થઈ જવા પામ્યો હતો અને તેનો એક ભાગ તુટી પડ્યો હતો.જેના પગલે આજે સવારથી જ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી પંદર થી વધુ ગામો સંપર્ક વિહોણા બનવા પામ્યા છે.આ અંગે પ્રસાશનને કહેવા છતાં ઉદાસિનતા દાખવતા આ રસ્તે પસાર થતા વાહનોની વ્હારે આવી ગામલોકોએ નાળુ ભયજનક છેના બેનરો મારી લોકોને સાવચેત કર્યા હતા. ૧૫ થી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા એસ.ટી.બસના રૂટો,ટપાલ સેવા પણ બંધ થઈ જવા પામી છે.આ સમયે ગામડાઓમાંથી ઝઘડીયા તાલુકા મથકે તથા જિલ્લાના અંકલેશ્વર સુધી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા,કોલેજે પહોંચવા પણ તંત્ર દ્વારા હાલ તો કોઇ જ સુવિધા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને પણ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે.

વાહન વ્યવહાર અટકી પડતા લોકોએ ફર્જીયાત વાયા જી.આઇ.ડી.સી ધારોલી,મોર તલાવ,બોરજાઇ અથવા રાજપારડીથી અમાલઝર,દરિયા,પડવાણીયા,ડમલાઇ,શીયાલી,કડીયા ડુંગર આવવાની ફરજ પ્ડી રહી છે.

Latest Stories