ટંકારીયામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન..!

ટંકારીયામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન..!
New Update

ટંકારીયામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં નાના પાદરમાં આવેલા અબ્દુલ અઝીઝ જેટના મકાનને ગતરાત્રીનાં તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની મતાની ચોરી કરી પલાયન થઇ જતાં પાલેજ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ચોરી સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવેલા ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અબ્દુલ અજીજ જે કે જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે હાલ રમઝાન માસ ચાલતો હોઇ તેઓ ગત રાત્રીના અબ્દુલ અજીજ તરાવીહની નમાજ અદા કરવા માટે મસ્જિદમાં ગયા હતા.

જ્યારે અબ્દુલભાઇના પરિવારના સદસ્યો તેઓના નજીકમાં રહેતા સ્વજનોને ત્યાં મકાન બંધ કરીને ગયા હતા ત્યારે અબ્દુલ અઝીઝ ભાઇના મકાનના ધાબા પરથી કેબિનના દરવાજાનો નકુચો તોડી કોઇ અજાણ્યા ચોર ઈસમોએ નીચે મકાનના દાદર ઉતરી મકાનના રૂમમાં પ્રવેશી કબાટ તોડી કબાટમાં પડેલા રોકડા રૂપિયા પંચાણુ હજાર તથા સાડા સાત તોલા સોનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે અબ્દુલભાઇના પરિવારના સદસ્યોએ ઘરમાં આવીને બધુ વેરવિખેર પડેલું જોયું તો તેઓના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી.

ચોરી થયાની જાણ પાલેજ પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવાઇ છે. પરંતુ હજુ સુધી તસ્કરોનું પગેરૂ મળી શક્યું નથી. હવે જોવાનું એ રહ્યું કે સમી સાંજે ટંકારીયા ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ધરફોડ ચોરીને અંજામ આપી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જનાર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા ક્યારે મળશે ? તે તો આવનાર સમય જ બતાવશે.

#ભરૂચ #Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article