ડો.શ્યામા પ્રસાદ મુખરજીની ૬૬મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

New Update
ડો.શ્યામા પ્રસાદ મુખરજીની ૬૬મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જે એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું. ભારતીય જનસંઘના સ્થાપક, તેઓ આપણને ૧૯૫૩માં બરાબર ૬૫ વર્ષ પહેલાં, આજના જ દિવસે રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજયું હતું. જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારત સંઘ સાથે જોડી દેવા માટે દેશને આહવાન કરતાં તેમણે કહ્યું, “એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે..!”.

જનસંઘના સ્થાપક અને કલમ ૩૭૦ના પ્રખર વિરોધી ડો.શ્યામા પ્રસાદ મુખરજીની ૬૬મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર કાર્યાલય ખાતે આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ જનક શાહ , જિલ્લા યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ , અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ , મહામંત્રી ભાવેશભાઈ કાયસ્થ સહિત કાર્યકર્તાઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપસ્થિત મહાનુભવો દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખરજીને પુષ્પાજંલી અર્પણ કરાઇ હતી.

Latest Stories