દહેજ : મોબાઇલ શોપને નિશાન બનાવી તસ્કરોએ કરી 4 લાખ ૪૦ હજાર ચોરી  

New Update
દહેજ : મોબાઇલ શોપને નિશાન બનાવી તસ્કરોએ કરી 4 લાખ ૪૦ હજાર ચોરી  

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસ તપાસ શરૂ

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ ઋષિ લુક કોમ્પ્લેક્સની બે મોબાઇલની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા સહિત મોબાઇલ તેમજ અન્ય સામગ્રી મળી સાડા ચાર લાખ ઉપરાંતની મતા ઉપર હાથફેરો કરી તસ્કરો પલાયન થઈ જતા સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામ્યા છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના તુલસીધામ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કચોરીયાની ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ઋષિ લુક કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 26 અને 27 બંનેમાં મોબાઈલનું વ્યવસાય કરે છે. તેઓ પોતાની મોબાઇલની દુકાનોને બંધ કરી ઘરે ગયા હતા. દરમિયાન તેઓની બંધ બન્ને મોબાઇલની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનના શટર ઉંચા કરી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલા મોંઘા દોઢ 33 નંગ મોબાઈલ રોકડા રૂપિયા એક લાખ ૧૯ હજાર ૪૦૦ તેમજ ૨૭ નંગ મેમોરી કાર્ડ મળી અંદાજિત રૂપિયા ૪ લાખ ૪૦ હજાર ૪૦૦ ઉપરાંતના મુદ્દામાલ ઉપર હાથફેરો કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા. જોકે સમગ્ર તસ્કરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ક્યાં થઈ જતા ચાર અજાણ્યા તસ્કરો તસ્કરી કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જતાં પોલીસે પણ સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.

Latest Stories