સુરતઃ સિંગણપોર ચાર રસ્તા નજીક દારૂના
નશા યુવક 70 ફૂટના
મોબાઈલ ટાવર પર ચડી જતા હાઈ વોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર
વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને યુવકને સહી સલામત નીચે ઉતારી સારવાર અર્થે
હોસ્પિટલ ખસેડ્યો હતો.
હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી યુવકને ટાવર પરથી નીચે ઉતાર્યો
સિંગણપોર
ચાર રસ્તા નજીક આવેલી ઝુપડપટ્ટીમાં દિનેશ કાના(ઉ.વ.આ.35) રહે છે અને છુટક મજુરી કામ કરે
છે. આજે દિનેશ દારૂના નશામાં સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો
હતો. જેને પગલે લોકો એકઠાં થઈ ગયા હતા. ફાયર વિભાગને 11.21 કલાકે જાણ કરવામાં આવતા તાત્કાલિક
ફાયર ઓફિસર જીતેશ ઠાકોર, રમેશ સેલર
સહિત ફાયરના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ 12 વાગ્યે હાઇડ્રોલિક પ્લેટફોર્મની
મદદથી યુવકને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. યુવકને નીચે ઉતારતા દારૂના
નશામાં અને માનસિક સ્થિતિ સારી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.