New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/015.jpg)
પાણીની કરકસર કરવા સૂચના આપવામાં આવી
ઉનાળાની શરૂઆત થીજ પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે આજે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર એ જાહેર નોટીસ મૂકી પોલીસ લાઈનમાં બ્લોક નં ૧ થી ૧૬ માં રહેતા પોલીસ કર્મચારી અને પરિવારને સૂચના આપવામાં આવી છે.
પાણી કરકસર થી વાપરવું, ઓટલા તેમજ, વાહનો ધોવા સહિતનો પાણીનો વેડફાટ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે સાથે જ જો કોઈ પરિવાર કસૂરવાર જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ સૂચના અપાઈ છે હાલ તો ઉપરોકત સૂચનાનું પોલીસ પરિવારો ચુસ્તપણે પાલન કરતાં જોવા મળી રહ્યા છે
Latest Stories