/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-204.jpg)
ઇન્ટરનેટના યુગમાં વિસરાઈ ગયેલી રમતો સાપસીડી,દોરડા કૂદ, જેવી વિવિધ રમતો ની સાથે એડવેંચર અને ઝૂંબા ઉપર મન મૂકીને ઝૂમયા
કલેક્ટરે સૌને100 % મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી મતદાન માટે અપીલ કરી
શહેરીજનો ની સાથે જિલ્લા કલેકટર વિજય ખરાડી પણ મન મૂકીને ડાન્સ કર્યો
દાહોદ ખાતે આજે મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા કલેકટર અને હોળી જોલી ગ્રૂપ દ્રારા આયોજિત “ વોટર્સ સ્ટ્રીટ” દાહોદ વાસીઓ એ વિવિધ રમતો અને ડાન્સ મસ્તી ની સાથે મતદાન ની પ્રતિજ્ઞા લીધી
ચૂંટણી ના પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે ત્યારે આ લોકશાહી ના પર્વ માં લોકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે એ માટે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્રાર મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે દાહોદ જિલ્લા કલેકટર અને હોલી જોલી ગ્રૂપ દ્રારા “ વોટર્સ સ્ટ્રીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદવાસીઓએ ડાન્સ, ગેમ્સ અને ઇન્ટરનેટ ના યુગ માં વિસરાઈ ગયેલી રમતો સાપસીડી,દોરડા કૂદ, જેવી વિવિધ રમતો ની સાથે એડવેંચર અને ઝૂંબા ઉપર મન મૂકીને ઝૂમયા હતા સાથે જ કલેક્ટરે સૌને 100 % મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી મતદાન માટે અપીલ કરી હતી
શહેરીજનો ની સાથે જિલ્લા કલેકટર વિજય ખરાડી પણ મન મૂકીને ડાન્સ કર્યો હતો તેમજ લોકો સાથે સેલફી પણ લીધી હતી સાથે જ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ જાત ના ડર કે દબાણ વગર ભયમુક્ત વાતાવરણ માં 100% મતદાન કરે તેવી અપીલ કરી હતી.