/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/lightning-storm-recorded-at-7000-640x360.jpg)
રાજ્યમાં શનિવારે શરૂ થયેલા કડાકા-ભડાકા સાથે વરસાદમાં મહિલા પર વીજળી પડવાની ઘટના
દાહોદના ઝાલોદ તાલુકાના ખરસોડા ગામમાં પતિ-પત્ની પર વીજળી પડી હતી. જેના કારણે ૨૨ વર્ષીય પત્નીનું મોત થયું છે. જ્યારે આ ઘટનામાં પતિ દાઝી જવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં શનિવારે શરૂ થયેલા કડાકા-ભડાકા સાથે વરસાદમાં મહિલા પર વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં મહિલા દાતણ કરી રહી હતી તે દરમિયાન તેના પર વીજળી પડવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદના ખરસોડમાં પતિ- પત્ની ઘર આંગણે બેઠા હતા. એવામાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા આ દરમિયાન ૨૨ વર્ષના કેમીલાબેન પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે તેમના પતિ તેમની નજીકમાં હતા અને તેમને પણ વીજળી પડવાની અસર થતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વીજળી પડવાના કારણે દાઝી ગયેલા કેતનભાઈ ડામોરને તેમના પરિવારજનોએ ૧૦૮ દ્વારા સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા છે.
બનાવની જાણ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કેમીલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમડીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોકલ્યો હતો.અચાનક વીજળી પડવાની ઘટનાના કારણે ૨૨ વર્ષીય મહિલાનું મોત થતા અને પતિ પણ ગંભીર રીતે દાઝી જવાના કારણે પરિવારમાં શોકની કાલીમા છવાઈ છે.