દાહોદમાં ત્રણ શખ્સોએ બે સગી બહેનો પર આચર્યુ દુષ્કર્મ: એકની કરી હત્યા

New Update
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ નોંધાઇ: અમદાવાદ સૌથી મોખરે

બેટી બચાવના નારાંને દાગ લાગી રહ્યા છે, બેટી બચાવોના નારાં હવે ફક્ત નારાં જ રહ્યાં છે. નરાધમો બેખોફ બન્યાં છે આ નરાધમોને ફાંસીનો પણ ડર રહ્યો નથી. દાહોદમાં છેલ્લા 15 દિવસમાં 3 સગીરાઓ દુષ્કર્મનો ભોગ નબી છે. દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના દેપડા ગામે બે સગીર આદિવાસી બહેનો પર રેપ થયો હતો. તા.૧૪મેની રાત્રીએ બે બહેનો દેપડા ગામમાં રહેતા પોતાના સંબંધીઓને ત્યાં લગ્નમાં ગઈ હતી. લગ્ન હતાં તેમના ઘરે જઈને થાકેલી ૯ વર્ષની લત્તા (નામ બદલેલ છે) ઊંઘી ગઈ હતી. લત્તાની ૧૬ વર્ષની બહેન રીટા પણ થાકી ગઈ હોવાથી મોડી રાત્રે ઘરની અંદર આવીને બેસી ગઈ હતી.

રાજસ્થાનના કલ્પેશ કટારા અને ઝાલોદના મેહુલ તથા સુનિલ ગરાસિયા બંને બહેનો પાસે રાત્રે ૧૨ કલાકની આસપાસ આવ્યા હતા. મેહુલ અને કલ્પેશ બંને લગ્નમાં વીડિયોગ્રાફી કરવા માટે આવ્યા હતા. રિટાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રિટા તેની દાદી પાસે પરત આવી ગઈ હતી પણ વહેલી સવારે તે ગાયબ થઈ ગઈ હતી. રિટાના પિતાએ શોધખોળ શરૂ કરી ત્યારે એક કુવામાંથી રિટાની લાશ મળી આવી હતી.

આ ઘટનાની રાતથી જ કલ્પેશ કટારા, મેહુલ અને સુનિલ ગરાસિયા ગાયબ થઈ ગયા હોવાથી રિટાના પિતાને આ ત્રણેય શખ્સ પર શંકા ગઈ હતી. રાત્રે તેમના પરિજનોએ ત્રણેય આરોપીઓને ફોન કરવાની કોશિશ પણ કરી હતી પણ તેમનો ફોન બંધ આવતો હતો. જેથી શંકાના આધારે રિટાના પિતાએ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. એફ.આઇ.આર.માં લત્તાએ ખુલાસો કર્યો કે ત્રણેય આરોપીઓએ રિટા પર રેપ કર્યો હતો અને તેમાંથી બે રિટાને દૂર લઈ ગયા હતા. લગ્નના વીડિયો ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે શનિવારે લિંબડી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Latest Stories