દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા, ગુરુ તેગબહાદુરને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા, ગુરુ તેગબહાદુરને આપી શ્રદ્ધાંજલિ
New Update

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સવારે અચાનક જ દિલ્હીના રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્વોચ્ચ બલિદાન માટે ગુરૂ તેગ બહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું હતું. રાયસીના હિલ્સની પાછળ આવેલ આ ગુરૂદ્વારામાં છેલ્લાં 25 દિવસથી ‘સિખ સમાગમ’ ચાલી રહ્યું છે.

અધિકારીઓના મતે પીએમની વિઝિટ માટે કોઇપણ પ્રકારના પોલીસ બેરિકેડિંગ કરાયું નહોતું. પીએમ મોદી એવા સમયમાં રકાબગંજ ગુરૂદ્વારા ગયા જ્યારે દિલ્હીમાં પંજાબના હજારો ખેડૂત નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલનરત છે. તેમણે હવે દેશભરના ખેડૂત સંગઠનોનું સમર્થન મળી ચૂકયું છે.

ખેડૂત સંગઠનોની નારાજગીની વચ્ચે પ્રધાનમંત્રી એ દરેક શકય અવસર પર નવા કાયદા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિષ કરી છે. એસોચેમનો કાર્યક્રમ હોય કે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાતચીત, પીએમ વારંવાર સપ્ટેમ્બરમાં લાગૂ નવા કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યા છે. તેમણે ખેડૂત સંગઠનો સાથે વાતચીતની અપીલ પણ કરી હતી. મોદીએ 18 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે મારી વાતો પછી પણ, સરકારના આ પ્રયાસો બાદ પણ, જો કોઇને કોઇ આશંકા છે તો અમે માથુ ઝૂકાવીને, હાથ જોડીને, ખૂબ જ વિનમ્રતાની સાથે, દેશના ખેડૂતોના હિતમાં, તેમની ચિંતાનું નિરાકરણ કરવા માટે, દરેક મુદ્દા પર વાત કરવા માટે તૈયાર છે.

#Connect Gujarat #Delhi #PM NarendraModi #pmmodi
Here are a few more articles:
Read the Next Article