/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Dg_d9i7WAAgdUPl-1024x576.jpg)
હાલ આ કેસનું રહસ્ય અકબંધ
દિલ્હીની બુરાહીના સંત નગર વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોની લાશ મળતા સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ સામૂહિક આત્મહત્યા કે સામૂહિક મર્ડર, બન્ને એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની સંભાવના
આ પરિવાર સંત નગરમાં કરિયાણાની દુકાન અને પ્લાયવુડનો બિઝનેસ કરતો હતો. રવિવારે સવારે ૬ વાગ્યે જ્યારે કરિયાણીની દુકાન ન ખૂલતા કોઈને અંદાજો આવી ગયો કે આ પરિવારના ૧૧ લોકો કોઈ કારણસર ગુમ થઈ ગયા છે.
પ્રાપ્ત સુત્રીય માહિતી પ્રમાણે, સવારે લગભગ ૭.૩૦ વાગે એક પાડોશી પરિવારને જોવા ગયો હતો. ત્યાં દરવાજો ખુલ્લો હતો અને અંદરનો નજારો ભયજનક હતો. પાડોશીએ તાત્કાલિક ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ આરંભી દીધી હતી.
ત્યારબાદ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી કેમેરા તપાસી રહી છે. પોલીસના મતે, એક બુઝર્ગ મહિલા પોતાના બે પુત્રોની સાથે ૧૧ લોકોના પરિવારની સાથે લગભગ બે દશકથી અહીં રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર ચિત્તોડગઢમાં રહે છે. બુઝુર્ગ મહિલાની એક વિધવા પુત્રી (૫૮વર્ષ) પણ તેમની સાથે રહેતી હતી.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે બુઝુર્ગ મહિલાનો મૃતદેહ જમીન પર પડેલો હતો, જ્યારે બાકી ૧૦ મૃતકોની આંખો પર પટ્ટી બાંધેલી હાલતમાં રેલિંગ સાથે લટકતા જોવા મળ્યા હતા.
દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી રાજેશ ખુરાનાએ જણાવ્યું કે, મૃતકોમાં ૩ સગીરનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.પોલીસે હાલ આખા ઘરને સીલ કરી દીધું છે. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
બુઝુર્ગ મહિલાના પરિવારમાં તેમને બે પુત્રો, તેમની પત્નીઓ સહિત કુલ ૧૧ લોકો હતા. બન્ને પુત્રોના નામ લલિત અને ભુપી ભાટિયા છે. બુઝુર્ગ મહિલાની વહુઓનું નામ ટીના અને સવિતા ભાટિયા જણાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં મહિલાની પુત્રીનું નામ બેબી બતાવવામાં આવી રહ્યું છે. આખા પરિવારે અચાનક મોતનો રસ્તો કેમ પસંદ કર્યો અથવા તો આખા પરિવારની હત્યા તો કરવામાં નથી આવી? હાલ આ કેસનું રહસ્ય ઉકેલવાનું બાકી છે.