/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/attack.jpg)
ઘરનાં કામ અર્થે જંગલમાં વાંસ લેવા ગયેલા વ્યક્તિને માર મારી જાતી વિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા
દેડિયાપાડા તાલુકાના બોગજ ગામે રહેતા એક વ્યક્તિને જંગલમાંથી વાંસ કાપી લાવતાં ફોરેસ્ટ વિભાગનાં કર્મીઓએ રસ્તામાં રોકીને માર માર્યો હતો. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ ફોરેસ્ટ કર્મીઓ સામે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દેડિયાપાડા તાલુકાના બોગજ ગામે રહેતા ગંભીર હાંદિયાભાઈ વસાવા જેઓ ગત તારીખ 11 મેનાં રોજ ગામની નજીકમાં આવેલા ઝાડોલીના જંગલમાં વાંસ લેવા માટે ગયા હતા. જ્યાં કોઈએ લીલા વાંસ કાપીને નાંખી દીધા હતા. તેમાંથી ગંભીરભાઈએ અંદાજે આંઠ વાંસની ભારી બાંધી માથે ઉંચકીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ઝાડોલી ગામની સામમાંથી પસાર થતાં ફોરેસ્ટ વિભાગનાં નીમેશ વસાવા, કલ્પેશ ડાભી અને મીતેશ કનોજીયાએ તેમને રોક્યા હતા. જેમણે મોબાઈલમાં ફોટા પાડી બાદમાં જાતી વિષયક શબ્દો ઉચ્ચારીને માર માર્યો હતો. જેમાં ગંભીરભાઈને ઈઝા પહોંચતાં સ્થળ પર જ મૂકીને જતા રહ્યા હતા. બાદમાં ગામનાં અગ્રણી ચૈતરભાઈ વસાવાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ગંભીર ભાઈને ઈજા પહોંચી હોવાથી બીજા દિવસે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આખરે ગંભીર વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં ફોરેસ્ટ વિભાગનાં ત્રણેય કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.