New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/mobile-charget-took-live-of-a-girl-child.jpg)
દ્વારકામાં મોબાઈલ ચાર્જરે એક બાળકીનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. બાળકોને મોબાઈલ અને મોબાઈલ ચાર્જર જેવા ઈલેક્ટ્રીક સાધનોથી દૂર રાખવા જોઈએ, એ વાત અહિં આત્મસાત કરી લેવાની જરૂર છે. જુઓ કેવી રીતે થયું બાળકીનું મોત..
દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈની સાત વર્ષની દીકરી શ્રદ્ધા ઘરમાં લગાવવામાં આવેલા મોબાઈલ ચાર્જરને અડકવા જતા જ શોક લાગ્યો હતો. ધર્મેશભાઈને ત્રણ બાળકીઓ છે. શ્રદ્ધા જે મોબાઈલ ચાર્જરને અડી તેનો વાયર લીકેજ હતો. નાની વયની આ બાળકી લીકેજ વાયરમાંથી પસાર થયેલા વીજ કરન્ટને સહન ન કરી શકી. તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરજ પરના ડોક્ટર ચિરાગ ગોહિલે તેને મૃત જાહેર કરી હતી.
Latest Stories