/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/d4458481-5d95-4811-a509-dbd12efce8c5.jpg)
ભાજપનાં સભ્યોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા આ ચુંટણી પ્રક્રિયા બિનહરીફ જાહેર થઇ હતી
નર્મદા જીલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી આજરોજ જીલા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જો કે ભાજપનાં સભ્યોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા આ ચુંટણી પ્રક્રિયા બિનહરીફ જાહેર થઇ હતી. જેથી ફરી એક વાર કોંગ્રેસ અને JDU(BTP) ના ગઠબંધને પોતાની સત્તા જાળવી રાખી છે.
નર્મદા જીલા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી જીલ્લા પંચાયતનાં સભા ખંડમાં જીલા કલેકટર આર.એસ.નિનામાનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ભાજપનાં સભ્યોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા જ પ્રમુખ તરીકે કોંગ્રેસનાં દામુભાઇ હેરિયાભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે JDU - BTPનાં ઉમેદવાર વનિતાબેન વસાવા બીનહરીફ જાહેર થયા હતા. આ તબક્કે નવનિયુક્ત જિલ્લ પંચાયત પ્રમુખે તમામ સભ્યોનો આભાર માની જીલ્લાનાં છેવાડાનાં લોકોનો વિકાસ કરવા નિષ્ઠાથી કામ કરવાનો નિર્ધાર કર્યો છે.