નર્મદા જિલ્લાના 14 જેટલા MPHW કર્મચારીઓનાં રાજ્ય બહારના સર્ટીની ખરાઈથી ખળભળાટ

New Update
નર્મદા જિલ્લાના 14 જેટલા MPHW કર્મચારીઓનાં રાજ્ય બહારના સર્ટીની ખરાઈથી ખળભળાટ

જિલ્લા આરોગ્ય આધિકારીએ રાજ્ય બહારની યુનિર્વસિટીના પ્રમાણપત્રો ખરાઈ કરાઈ : 14 જેટલા કર્મચારીઓ ના જીવ અધ્ધર

નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વરકર્સ MPHW કર્મચારીઓ માં કેટલાક ની બોગસ ડિગ્રીઓ હોવાની બાબતે ફરિયાદ થતા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય આધિકરીને તપાસ ના આદેશ આપ્યા હતા જેના પગલે આરોગ્ય સખા માં કર્મચારીઓ ની ડિગ્રીઓ ના પ્રમાણપત્રોનું ચેકીંગ કરતા 14 જેટલા MPHW હિમાચલપ્રદેશ, તામિલનાડુ, અને રાજસ્થાન ની યુનિર્વસિટીઓ માં ડિગ્રી મેળવી સર્ટિફિકેટ મેળવ્યા અને જેના બેઝ પર આજે વર્ષો થી નોકરી કરતા આવ્યા છે.

આજે આ પ્રશ્ન ઉભો થતા આરોગ્ય વિભાગ ની ભરતીમાં પણ ગોટાળો સામે આવ્યો છે. હાલ જિલ્લા આરોગ્ય આધિકારી એ એક 14 જેટલા કર્મચારીઓ નું નામ અને તેમણે મેળવેલ પ્રમાણપત્રો જે તે યુનિર્વસિટી સાથે એક લિસ્ટ બનાવી જેમને પોતાના રિજનલ પ્રમાણપત્રો ખરાઈ કરાવવા અંગેની નોટિસ આપી છે. અને સમયે તેઓ જે આરોગ્ય કેન્દ્રો માં ફરજ બજાવે છે તેના મેડિકલ ઓફિસરો ને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે હાલ આ તમામ કર્મચારીઓના પ્રમાણ પત્રો ની ખરાઈ ની કામગીરી ચાલે છે અને જેતે યુનિર્વસિટી નો પણ સંપર્ક કરી તેમને પણ આ પ્રમાણ પત્ર તમારી યુનિર્વસીર્ટી દ્વારા આપવામાં આવ્યું છે અને સત્ય છે જે બાબત ની હાલ તપાસ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.

Latest Stories