/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-332.jpg)
નર્મદા નદીમાં મહેગામથી લઈ હાંસોટ તાલુકાના ગામોના લોકો નર્મદા નદીમાં ખૂંટા મારી મચ્છીમારી કરવા સામે આદિવાસી સમાજના માછીમારોએ જિલ્લા કલેકટરને આવેદન આપી નર્મદા નદીમાં મારેલ ખૂંટાઓને કાયમી ધોરણે દૂર કરવાની માંગ ઉઠાવી છે. અથવા આદિવાસી સમાજના માછીમારોને વૈકલ્પીક રોજગારી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
ભરૂચ નર્મદા નદીમાં કેટલાક સ્થળે ગેરકાયદેસર રીતે ખૂંટા મારવા અંગે સ્થાનિક માછી સમાજના લોકોમાં રોષ ઉભો થયો છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય અને નદીના વહેણ વચ્ચે ખૂંટા મારી નુકસાન પહોંચાડવામાં આવતું હોય જે બાબતને લઇ માછીમારો માં આક્રોશ ઉભો થયો છે.
માછીમારો નદીમાં હોડી લઈને જાય તો ખૂંટાઓના કારણે હોડીઓ પલટી ખાઈ જાય છે. મચ્છીમારી કરવાની જાળ પણ ખૂંટાઓમાંફસાઈ જાય છે. ચોમાસાની સીઝનમાં નર્મદાના કિનારાના ગામોમાં મહેગામ, મનાડ, કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહિયાદ, જાગેશ્વર સહિત હાંસોટ તાલુકાના કેટલાક ગામોના લોકો નર્મદા નદીમાં ખૂંટા ઉભા કરી મચ્છીમારી કરે છે. ખૂંટા મારવાના કારણે નદીનો જળમાર્ગ બંધ થઈ જાય છે. હોડીઓની અવર–જવર થઈ શકતી નથી. જેમાં આર્થિક નુકશાનનથી સાથેસાથે જાનહાનિ પણ થાય છે. ખૂંટા મારવાના કારણે આદિવાસી માછીમારોએ પોતાની રોજગારી ગુમાવી છે. દહેજ પોલીસ મથકે પણ તાજેતરમાં આ અંગ ફરિયાદ લખાવી છે. પરંતુ તેનું કોઇ નિરાકરણ આવતું નથી.
આજ રોજ ભાડભુત માછીસમાજ ના લોકોએ દહેજ રોડ પર ભુવા ચોકડી નજીક ભેગા થઈ એક સંમેલન યોજયું હતું તેમજ થોડા સમય માટે દહેજ થી ભરૂચ ને જોડતા માર્ગ ઉપર વાહનોને રોકી વિરોધ પ્રદશન કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પાડવાની તજવીજ હાથધરી હતી