/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/01-10.jpg)
રાજ્ય બહારની ડિગ્રી ધરાવતા ઉમેદવારોની મેરીટના આધારે ભરતી થતાં અનુભવી કર્મચારી ઓ ને છુટા કરવામાં આવ્યા હતા
સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી નોકરીઓમાં ચાલી રહેલા ભરતી કૌભાંડોમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજયનાં આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં રાજ્ય બહારની યુનીવર્સીટી અને કોલેજોમાં અભ્યાસ કર્યા વિના જ બોગસ સર્ટીફિકેટનાં આધારે હજારો ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી હતી. જે બાદ હાલ તમામની ભરતી રદ્દ કરવાની કાર્યવાહી ચાલુ થઈ છે. નર્મદા જીલ્લામાં 13 ઉમેદવારોએ નોકરી મેળવી લીધી હતી. જેમની પર હાલ જિલ્લા વિકાસ અધિકારીએ એક્શન લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમના આવવાથી વર્ષોથી MPHW ની ફરજ બજાવતા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા હવે આ કર્મચારીઓને પુનઃ લેવાની પ્રબળ માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી વર્ષ 2014 થી 2017 સુધીમાં જીલ્લાની પંચાયત સેવા પસંદગી સમીતી તરફથી કરવામાં આવી હતી. જે અંગેની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેમાં રાજ્ય બહારની ડિગ્રી મેળવી આવેલા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી ભરતી થઇ ગયા હતા. જેમાં જુના જે વર્ષોથી નોકરી કરતા હતા તેમને નોકરી ગુમાવી પડી હતી. જેથી તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટે આ કર્મચારીઓને સમાવીલેવાનો પણ હુકમ કર્યો હતો. પરંતુ જે ભરતીમાં ભ્રસ્ટાચાર થયો હોય ત્યાં કોણ કોની વાત સાંભળે? આ રાજ્ય બહારની યુનિર્વસિટીના પ્રમાણ પત્રોને કોઈએ ના જોતાં હવે ત્રણ ચાર વર્ષની નોકરી પણ પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે આરોગ્ય વિભાગે ઈન્કવાયરી કાઢી છતાં જયારે આ કૌંભાંડ બહાર આવ્યું છે. ત્યારે જગ્યા પર ફરી ભરતી કરે એના કરતા જિલ્લા પંચાયત પાસે હવે જે ઉમેદવારોનો સમાવેશ પ્રતિક્ષા યાદીમાં હતો તેઓને બોગસ સર્ટીફિકેટ વાળા ઉમેદવારોની જગ્યાએ સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ બાબતે એક પૂર્વ કર્મચારી એવા વાવડીના પંકજ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ના આરોગ્ય કેન્દ્રમાં MPHW ની જગ્યા એ હું નોકરી કરતો હતો પણ એક ભરતી પ્રક્રિયા લાવી જેતે સમયે આધિકારીઓ એ અમે અનુભવી છતાં અમને છુટા કરી આ બાહ્ય ડિગ્રી વાળા ને ભરતી કર્યા જોકે તે વખતે કોઈએ જોયુ નહિ, અને જોયું હશે તોય ચલાવી લેવાયું જેથી અમે કોર્ટ ના દ્વાર ખખડાવ્યા કોર્ટે અમને પરત લેવાનો હુકમ કર્યો છતાં કોઈએ અમારી વાત સાંભળી નહિ, જે થયું તે પણ હાલ જયારે આ સમગ્ર પ્રકરણ ઝડપાયું છે ત્યારે જો નવી ભરતી કરો તો અમારી બાજુ જુવો અને અમારી ભરતી કરો એવી આધિકારીઓ ને વિનંતી કરીએ છે.