નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અચાનક દિલ્હી પહોંચતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અચાનક દિલ્હી પહોંચતા રાજકીય ક્ષેત્રે ગરમાવો
New Update

CM રૂપાણીએ રાજીનામું આપ્યાની અટકળો વચ્ચે નીતિન પટેલનું દિલ્હી જવું- અનેક તર્ક વિતર્કો

હાલ ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાને લઈને નિવેદન આપતાં સમગ્ર માહોલ ગરમાયો છે.

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નિર્ધારિત કાર્યક્રમો પડતાં મૂકીને દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકીય હિલચાલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનું અચાનક દિલ્હી જવું અનેક તર્ક-વિતર્કો ઊભા કરી રહ્યું છે. જોકે સત્તાવાર નિવેદન આવ્યા પછી જ સમગ્ર બાબત ઉપરથી પડદો ઉંચકાશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના બદલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જેને કારણે ભાજપ પ્રદેશના આગેવાનોથી માંડીને કાર્યક્રમમાં પણ અસમંજસ હતી. ગઈકાલે તારીખ 13 જૂને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની ચર્ચાઓ ચાલી હતી.

તેવામાં આજે રાજકોટ પહોંચેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે આ મુદ્દે મીડિયા સામે નિવેદન આપી આગામી સમયમાં ગુજરાતમાં પાટીદાર અથવા ક્ષત્રિય નેતા મુખ્યમંત્રી બનશે તેવો નિર્દેશ આપ્યો હતો.

#Gujarat #India #Gujarati News #Gujarat News #Nitin Patel #Vijay Rupani
Here are a few more articles:
Read the Next Article