/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/wqdq.jpg)
યુ.પી.થી પતીને શોધવા આવેલ મહિલાને પતિએ તરછોડતા ૧૮૧ની મદદ લીધી
૧૮૧ મહિલા હેલ્પ લાઇને આખરે મહિલા અને તેના બાળકોને સેવાયજ્ઞ સમિતીમાં આશ્રય અપાવ્યો
ભારતિય સુસંસ્કૃત અને સભ્ય સમાજમાં એક ધૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં એક યુવાન ૩૫ વર્ષીય મહિલાને યુ.પી.માં ૪ બાળકો સાથે રાખી ગુજરાતમાં કમાવા આવેલ પતિને અન્ય કોઇ મહીલા સાથે પ્રેમ થઈ જતા પ્રેમિકાને લઈને ફરાર થયાનો કિસ્સો બહાર આવ્યો છે.
વાત છે યુ.પી.ની એક ત્યક્તા મહિલાની અને સવાલ છે તેના ૪ બાળકોની જિંદગીનો.મુળ યુ.પીના રહેવાસી એક યુવાને યુ.પી.માં લગ્ન થયા બાદ ૪સંતાનોનો પિતા બન્યો હતો જેમાં ૩ દિકરી અને એક દિકરો હતો. હું કમાવા જાઉં છું કહી પતિ ગુજરાતમાં આવી અંકલેશ્વર જી.આઇ.ડી.સીની કોઇ કંપનીમાં કામે જોતરાયો હતો. જે બાદ તેને એક મહિલા સાથે પ્રેમ થઈ જતા પોતાની પત્ની અને બાળકોને ભૂલી પ્રેમાંધ બન્યો હતો.જેથી તેણે પત્ની અને બાળકોને પૈસા મોકલાવવાનું તો દુર પણ ફોન સુદ્ધા કરવાનું બંધ કર્યું હતું.
બીજી તરફ ૩૫ વર્ષીય યુવાન પત્નીને યુ.પી. ખાતે ચાર સંતાનો સાથે ખાવાના પણ વાંધા પડવા લાગ્યા.જે સગાઓ હતા તેમણે પણ હાથ ઉંચા કરી લેતા બાળકો અને તેનું પેટ ભરવા માતા તેના ઘરની આસપાસના રહીશોના આશરે તેઓ જે આપે તે ખાઇ જીવતી હતી.આખરે અડોશ પડોશીઓ પાસે માંડ પૈસા એકઠા કરી પતિ પાસે અંકલેશ્વર ખાતે આવી પતી.પરંતુ કામાંધ બનેલ પતિને પત્ની અને બાળકો આવે છે ની ખબર પડતા જ તે પોતાની પ્રેમિકાને લઈ ઘર છોડી ગાયબ થઈ ગયો હતો.જેથી નિરાશ મહિલા પોતાના બાળકો સાથે તેની નણંદના ઘરે આશરો લેવા પહોંચી હતી. પરંતુ તેણીએ પણ તારા પતિએ ના કહી છે તમને રાખવાની કહી તેને કાઢી મુકી હતી. નણંદના આ વ્યહવારના પગલે મહિલા પોતાના ૪ બાળકો સાથે રોડ ઉપર આવી ગઈ હતી.
રોડ ઉપર આ મહિલા અને ૪ બાળકોને જોતા તેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર મદદ માંગવા જણાવ્યું હતું.જેથી મહિલાએ ૧૮૧ અભયમ સેવાને કોલ કરતા તુંરંત ૧૮૧ ભરૂચની ટીમ મહીલાની મદદે પહોંચી હતી.૧૮૧ની ટીમે ભરૂચ ખાતે એન.જી.ઓ ચલાવતી સેવા યજ્ઞ સમિતીની મદદ લઈ આ મહિલા તથા ૪ બાળકોને ત્યાં આશરો અપાવ્યો હતો.૧૮૧ ટીમે મહીલા પોલીસ મથકે મહિલા અને બાળકોને તરછોડી નિરાધાર બનાવનાર પતિ વિરૂધ ગુનો નોંધી તેની તપાસ હાથધરી છે.