નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ નર્મદાગેટ પાસેથી ચોરીની મોટર સાયકલ સાથે બેને ઝડપી પાડતી ભરૂચ LCB

New Update
નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ નર્મદાગેટ પાસેથી ચોરીની મોટર સાયકલ સાથે બેને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકે જીલ્લામાં વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તમજ બનતા ગુનાઓ અટકાવવા માટે આપેલ સુચના આધારે તથા એલ.સી.બી.ભરૂચના ઈન્ચાજ પોલિસ ઇન્સપેક્ટરના માર્ગદશન હેઠળ ભરૂચ એલ.સી.બી.ના પી.એસ.આઇ ચૌહાણની સુચના આધારે એલ.સી.બી.ટીમના માણસો ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી આધારે ને.હા.૪૮ ઉપર હોટલ નર્મદાગૅટ પાસેથી નંબર વગરની કાળા કલરની પેશન બાઇક સાથે બે ઈસમો ને પકડી પાડી બન્ને ઈસમો સહદેવભાઈ દાનાભાઈ વસાવા રહે.ગડખોલ નવીવસાહત ફળિયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ, દિક્ષીત ઉર્ફે કુલદીપ દલપતભાઈ જેરામભાઈ પટેલ રહે.ગડખોલ ગામ પંચાયત ફળિયું તા.અંકલેશ્વર પાસે ગાડીના આર.ટી.ઓ ને લગતા કાગળો તથા બાઇકનો કબજો રાખવા બાબતે આધાર પુરાવા માંગતા કાગળો મળી ન આવતા અને બન્નેવ ઈસમો ઉડાઉ જવાબ આપતા પોલીસે તેમની ઘનીષ્ઠ પુછપરછ કરતા બન્ને ઈસમોએ આ મોટર સાયકલ ઘણા દિવસથી અંકલેશ્વર શહેર વાલીયા ચોકડી પાસે આવેલ હોટલ આશીર્વાદ ની સામે લોક વગરની બીનવારસી પડેલ હોય જે બાઇકને પંદર દિવસ અગાઉ ચોરી કરી ધરે લઈ આવેલ હોવાની હકિકત જણાવતા બાઇક વધુ તપાસ અર્થે કબજે કરી બંન્ને ઈસમોને કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં શોપવામાં આવેલ છે

Latest Stories