New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-113.jpg)
લુવારાના હાફેજ મુસાને કમરના નીચેના ભાગે ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયા જયાં ટુંકી સારવાર બાદ નીપજ્યું મોત.
ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કેટલાક લોકો ઘાયલ થવા પામ્યા હતા. જેમાં ભરૂચના લુવારાના ઇસમને ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જયાં મુસાભાઇનું ટુંકી સારવાર દરમિયાન મોતના સમાચારે લુવારા પંથકમાં ગમગીની ફેલાવા પામી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/03/403eb157-1054-44db-8479-390624856d30.jpg)
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ગતરોજ બનેલ આતંકી ઘટનાનો વિશ્વના દેશોએ વખોડી કાઢી છે. સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ આતંકી હુમલાનો ભોગ ભરૂચના લુવારા ગામના હાફેજ મુસા વલી પણ બન્યા હતા.તેઓને કમર થી નીચેના ભાગે ગોળી વાગાવા પામી હતી. ઈજાગ્રસ્ત થયેલ હાફેજ મુસા વલી હાલ સારવાર હેઠળ રખયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી છે.ઘટનાના પગલે તેમના પરિવાર સહિત સમગ્ર લુવારા પંથકમાં ગમગીની છવાઇ હતી.
Latest Stories