/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maryam-nawaz-sharif_630_630.jpg)
નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝને પણ કોર્ટે 7 વર્ષ જેલની સજા સંભળાવી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારનાં આરોપસર 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષ જેલની સજા કોર્ટે સંભળાવી છે. લંડનમાં ગેરકાયદેસર રીતે એકઠી કરેલી સંપત્તિ કેસમાં આ નિર્ણય આવ્યો છે. આ નિર્ણય બાદ હવે મરિયમના રાજકીય ભવિષ્ય સામે સવાલો ઉપસ્થિત થયા છે. શરીફ પરિવાર તરફથી કુલસુમ નવાઝની ખરાબ તબિયતનો હવાલો આપીને, આગામી 48 કલાક પરિવારે તેમની સાથે રહેવું જરૂરી છે તેવી દલીલ કરવામાં આવી હતી.
ઇસ્લામાબાદ કોર્ટે બુધવારે એવેન્ફિલ્ડ સંપત્તિ ભ્રષ્ટાચાર મામલે શુક્રવારે ચૂકાદો સંભળાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે નવાઝ શરીફ અને મરિયમ બંને આરોપી છે. કોર્ટે આ બંનેને બુધવારે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યુ હતું. સામે પક્ષે નવાઝ અને મરિયમે બુધવારે જ સાત દિવસની છૂટ આપવાની અપીલ કરી હતી. એવેન્ફિલ્ડ કેસ નવાઝ શરીફ સામેના ચાર ભ્રષ્ટાચારના આરોપોમાંથી એક છે. આ કેસમાં નવાઝ શરીફે લંડનના એવેન્ફિલ્ડ હાઉસમાં 4 વૈભવી ફ્લેટ લીધા છે. બુધવારે લંડનથી નવાઝ શરીફે કહ્યું હતું કે, હું કોર્ટરૂમમાં ઉભા રહીને ફેંસલો સાંભળવા ઇચ્છું છું. મેં અને મારી દીકરીએ 100થી વધુ કેસોની સુનવણી સાંભળી છે.
બંને દીકરાઓ ભાગેડુ જાહેર
નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના 4 કેસો ચાલી રહ્યા છે. પનામા પેપર વિવાદ બાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને વડાપ્રધાન તરીકે અયોગ્ય ઠેરવ્યા હતા. એવેન્ફિલ્ડ કેસ મુદ્દા શરીફ અને મરિયમ ઉપરાંત તેના જમાઇ (રિટાયર્ડ) કેપ્ટન સફદરની પણ સંડોવણી છે. એટલું જ નહીં, તેમના બંને દીકરા હસન અને હુસૈન શરીફને કોર્ટે આ કેસ મામલે ભાગેડુ જાહેર કર્યા છે.