પોરબંદર સીટ પર રાદડિયા પરિવારની ટિકિટ કપાતા જાણો જયેશ રાદડિયા એ શું કહ્યું.

New Update
પોરબંદર સીટ પર રાદડિયા પરિવારની ટિકિટ કપાતા જાણો જયેશ રાદડિયા એ શું કહ્યું.

ભાજપે ગુજરાતની વધુ ત્રણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે પોરબંદર લોકસભા સીટ માટે ગોંડલના ભામાશા તરીકે પ્રખ્યાત રમેશ ધડુકની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ પોરબંદર સીટ પર વર્તમાન સાંસદ તરીકે વિઠ્ઠલ રાદડીયા કાર્યરત છે. ત્યારે તેમની નાદુરસ્ત તબિયત ના કારણે તેમની ટિકીટ કાપવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રાદડિયા આ સીટ પર જ્યાં પ્રવર્તમાન સાંસદ તરીકે યથાવત છે. ત્યારે રાદડિયા પરિવાર દ્વારા આ બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. જો કે જેતપુરના જ બે ગ્રૂપ રાદડિયા ગ્રૂપ અને કોરાટ ગ્રૂપ વચ્ચે પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી તો પોરબંદર લોકસભા વિસ્તારમાં રાદડિયા પરિવારના સમર્થકોએ પોસ્ટર પણ લગાવ્યા હતા. ત્યારે પાર્ટી એ પાટીદાર, ક્ષત્રિય અને અન્ય કોમને ધ્યાનમાં રાખતા નિર્વાવિદિત ચહેરા ને મેદાને ઉતારવનું પસંદ કરતા રમેશ ધડુકનું નામ જાહેર કર્યું છે. ત્યારે આ મામલે પોરબંદર બેઠક પર દાવેદારી નોંધાવનાર જયેશ રાદડિયા એ જેતપુરમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રમેશભાઈ ના પરિવાર સાથે મારે પારિવારિક સંબંધો છે. ભાજપે મને નાની ઉંમરમાં ઘણું આપ્યું છે. ત્યારે હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મને શિરોમાન્ય છે. આગમી દિવસોમાં હું અને મારી ટિમ ભાજપના ઉમેદવારને જીતાડવા પુરી મહેનત કરીશું, માત્ર પોરબંદર જ નહીં પરંતુ ગુજરાત ની 26 બેઠક ભાજપને અપાવવા પૂરો જોશ લગાવશું.

Latest Stories