/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-135.jpg)
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડીયાએ હિન્દુસ્તાન નિર્માણ દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી છે જેના ગુજરાત પ્રદેશ અદયક્ષ શશીકાંત પટેલે આજે ભુજમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
ક્ચ્છ એએચપીના આગેવાનને હિન્દુસ્તાન નિર્માણ દળ નામના રાજકીય પક્ષના ગુજરાત પ્રદેશ અદયક્ષ બનાવવામાં આવ્યા છે.પ્રમુખ શશીકાંત ભાઈએ જણાવ્યું કે , આ અમારી પ્રથમ ચૂંટણી છે અમે ગુજરાત તેમજ ઉત્તરપ્રદેશ , રાજસ્થાન , મધ્યપ્રદેશ , છત્તીસગઢ અને આસામમાં ઉમેદવાર ઉભા રાખશે જેમાં 125 ઉમેદવારો નક્કી થઈ ગયા છે. બાકીના હજી પસંદગી બાકી છે. 26 તારીખ સુધીમાં નામો પસંદ થઈ ગયા બાદ જાહેર કરવામાં આવશે.રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા હિન્દુત્વ , દેશની સુરક્ષા સહિતના મુદ્દે ભાજપની સ્થાપના કરાઈ પણ ભાજપે માત્ર વાયદા આપવા સિવાય કોઈ કામ કર્યું નથી કોંગ્રેસના શાસનનું જીએસટી ભાજપે અમલી બનાવ્યું છે. ત્યારે કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોનું હિત જળવાય , સુરક્ષા વ્યવસ્થા જળવાય , સાથે દેશ સમૃદ્ધ બને અને નાગરિકોને સમ્માન મળે તેવા એજન્ડાથી તેઓ લોકસભા લડશે.